Whenever we go to open a new account in any bank, the first question asked is: “Savings or Current Account?”
જ્યારે પણ આપણે કોઈ બેંક માં નવું એકાઉન્ટ ખોલાવવા જઈએ છીએ, ત્યારે સૌથી પહેલો
પ્રશ્ન એ પૂછવામાં આવે છે - "Savings કે Current Account?"
ઘણા લોકો ને આ બંને વચ્ચે નો ફરક ખબર હોતી નથી, જેના કારણે તેઓ ખોટું એકાઉન્ટ પસંદ કરી લે છે અને તેમને ફાયદો થવા ને બદલે નુકસાન થાય છે. એક @Banker તરીકે, હું તમને સરળ ગુજરાતી માં સમજાવીશ કે આ બંને શું છે, તેમાં શું ફરક છે, અને તમારા માટે કયું એકાઉન્ટ સૌથી સારું છે?
As the name suggests, this account is designed for saving money. Who is this account for? People who have some income (such as salary, pension, or money received for household expenses) and want to save and protect some of it.
જેમ આ નામ સૂચવે છે, આ એકાઉન્ટ પૈસા ની બચત (Savings) કરવા માટે બનાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટ કોના માટે છે? એવા લોકો કે જેમની પાસે કોઈ આવક છે (જેમ કે પગાર, પેન્શન, કે ઘર ખર્ચ માટે મળતા પૈસા) અને તેઓ એમાંથી થોડી રકમ બચાવીને સુરક્ષિત રાખવા માંગે છે.
Main benefits of savings account:
- Interest: The bank gives you interest on your deposit amount (currently around 2.70% to 4%). Your money is more valuable in the bank than sitting at home.
- Rules: There are certain limits on depositing and withdrawing money in this account. (For example, you cannot withdraw any amount of money from the ATM every day).
- Minimum Balance: In most government or private banks, you have to maintain some minimum balance in this (from ₹500 to ₹10,000).
સેવિંગ્સ એકાઉન્ટ ના મુખ્ય ફાયદા:
વ્યાજ (Interest): તમારી જમા રકમ પર બેંક તમને વ્યાજ આપે છે (હાલમાં આશરે ૨.૭૦% થી ૪%). તમારા પૈસા ઘરે પડ્યા રહેવા કરતા બેંક માં વધુ થાય છે.
રૂલ્સ: આ એકાઉન્ટ માં પૈસા જમા કરવા અને ઉપાડવા પર અમુક મર્યાદા (limits) હોય છે. (જેમ કે, તમે દરરોજ ATM માંથી ગમે તેટલા પૈસા ના ઉપાડી શકો).
Minimum Balance: મોટાભાગની સરકારી કે ખાનગી બેંકો માં આમાં થોડું Minimum Balance રાખવું પડે છે (₹૫૦૦ થી ₹૧૦,૦૦૦ સુધી).
2. What is a Current Account?
૨. કરંટ એકાઉન્ટ (Current Account) શું છે?
A current account is designed for businesses, organizations, or shopkeepers. Businesses have to perform many daily transactions - withdrawing money, issuing checks, making online transfers.
કરંટ એકાઉન્ટ બિઝનેસ (વ્યાપાર), સંસ્થાઓ, કે દુકાનદારો માટે બનાવવામાં આવ્યું છે. બિઝનેસ માં રોજ ના ઘણા બધા ટ્રાન્ઝેક્શન (Transaction) કરવા પડે છે - પૈસા લેવા, ચેક આપવા, ઓનલાઈન ટ્રાન્સફર કરવું.
Main advantages of current account:
- No Transaction Limit: You can deposit or withdraw money in this account as many times and as much as you want in a day (cash limits may be as per the bank's rules). Without any additional charges.
- Interest: Keep in mind, no interest is earned in current account. Your money remains idle because you have opened it to use anytime.
- Overdraft Feature: If a businessman suddenly needs money, the bank provides the facility of 'Overdraft' (OD) on current account, through which he can borrow up to a certain amount from the bank.
કરંટ એકાઉન્ટ ના મુખ્ય ફાયદા:
No Transaction Limit: આ એકાઉન્ટ માં તમે દિવસ માં ગમે તેટલી વાર અને ગમે તેટલા પૈસા જમા કરી શકો છો કે ઉપાડી શકો છો (cash limits બેંક ના નિયમો મુજબ હોઈ શકે). કોઈ પણ જાત ના વધારાના ચાર્જ વગર.
વ્યાજ: ધ્યાન રાખો, કરંટ એકાઉન્ટ માં કોઈ પણ જાત નું વ્યાજ મળતું નથી. તમારા પૈસા ખાલી પડી રહે છે કારણ કે તમે તેને ગમે ત્યારે વાપરવા માટે ખોલ્યું છે.
Overdraft Feature: જો કોઈ બિઝનેસમેન ને અચાનક પૈસા ની જરૂર પડે, તો બેંક કરંટ એકાઉન્ટ પર 'Overdraft' (OD) ની સુવિધા આપે છે, જેના દ્વારા તેઓ બેંક માંથી એક ચોક્કસ રકમ સુધી ઉધાર લઈ શકે છે.
3. Key Differences at a Glance
Feature Savings Account Current Account Main Purpose Saving money Business transactions For Whom Salaried individuals, students, homemakers Shopkeepers, businesses, organizations Interest Yes (2.7%–4%) No Transaction Limit Limited Unlimited Overdraft No Yes
૩. આ બંને વચ્ચે ના મુખ્ય તફાવત (ફરક) - એક નજરે
| વિગત | સેવિંગ્સ એકાઉન્ટ (બચત) | કરંટ એકાઉન્ટ (ચાલુ) |
| મુખ્ય ઉદ્દેશ | પૈસા બચાવવા | બિઝનેસ ના ટ્રાન્ઝેક્શન કરવા |
| કોના માટે? | પગારદાર, સ્ટુડન્ટ્સ, ગૃહિણી | દુકાનદારો, કમીટી, બિઝનેસમેન |
| મળવા પાત્ર વ્યાજ (Interest) | હા, ૨.૭૦% - ૪.૦૦% | ના, કોઈ વ્યાજ નહી |
| ટ્રાન્ઝેક્શન લિમિટ | મર્યાદિત (Limited) | અમર્યાદિત (Unlimited) |
| Overdraft | ના | હા |
હવે તમે સમજી ગયા હશો કે કયું એકાઉન્ટ કોના માટે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે શું કરો છો?
જો તમે નોકરી કરો છો (પગારદાર છો): તમારા માટે Savings Account સૌથી શ્રેષ્ઠ છે. તમારો પગાર આમાં આવશે, તમે ઘર ખર્ચ કરી શકશો અને બાકીના પૈસા પર વ્યાજ પણ મળશે.
જો તમે નાની દુકાન ચલાવો છો કે કોઈ પણ બિઝનેસ કરો છો: તો તમારે Current Account ખોલાવવું જ પડે. તેના વગર તમે ગમે તેટલા ચેક કે ટ્રાન્ઝેક્શન નહી કરી શકો.
જો તમે ગૃહિણી કે સ્ટુડન્ટ છો: તમારા માટે પણ Savings Account જ સાચો રસ્તો છે.
I hope you found this information useful. If you still have any questions or would like to know, please ask in the comments below!
હું આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી થઈ હશે. જો તમને હજી પણ કોઈ મૂંઝવણ હોય કે તમે જાણવા માંગો છો, તો નીચે કમેન્ટ માં પૂછશો!
📝 A Gujarati banker (Amit) - એક ગુજરાતી બેન્કર (અમિત) 📝


Nice guidance
ReplyDelete