🙏નમસ્તે મિત્રો🙏,
મારું નામ Amit Ramoliya છે અને હું એક ગુજરાતી છું, હું છેલ્લા ૧૫ વર્ષથી બેંકિંગ ક્ષેત્ર (Banking Sector) સાથે જોડાયેલો છું. બેંકિંગની મારી આ લાંબી સફરમાં બેંક માં મેનેજમેન્ટ વિષે શીખેલ છે તેમજ મેં ઘણા ગ્રાહકોને લોન, ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં મદદ કરી છે.
બેંકિંગના અનુભવ અગાઉ મને ૬ વર્ષનો સ્ટોક માર્કેટ (Stock Market) અને મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds) તેમજ ફાઇનાન્સિયલ પ્લાનિંગ (Financial Management) માં પણ ઘણો અનુભવ મેળવેલ છે. આ સમય દરમિયાન મેં બજારના ઘણા ઉતાર-ચઢાવ જોયા છે અને રોકાણની સાચી પદ્ધતિઓ શીખી છે.
મેં આ બ્લોગ કેમ શરૂ કર્યો?
આજના સમયમાં પૈસા કમાવવા જેટલું જ અગત્યનું તેને સાચી જગ્યાએ રોકવું અને સુરક્ષિત રાખવું છે. ઘણીવાર લોકો અધૂરી માહિતીને કારણે સાયબર ફ્રોડનો ભોગ બને છે અથવા ખોટી જગ્યાએ રોકાણ કરીને મહેનતના પૈસા ગુમાવે છે.
મારા આ બ્લોગનો મુખ્ય ઉદ્દેશ્ય મારા ૨૧ વર્ષના સંયુક્ત અનુભવ (6 Years Market + 15 Years Banking) નો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે. અહીં તમને નીચે મુજબની માહિતી સાદી અને સરળ ગુજરાતી ભાષા માં મળશે:
Safe Banking: સાયબર ફ્રોડ અને ઓનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચવું?
Smart Investment: મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં રોકાણની સાચી રીત.
Loan Guidance: હોમ લોન, પર્સનલ લોન અને ક્રેડિટ સ્કોર વિશેની સાચી સમજણ.
Government Schemes: સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લેવો?
હું માનું છું કે જ્યારે જ્ઞાન વહેંચવામાં આવે છે, ત્યારે તે વધે છે. જો તમને મારા આ બ્લોગ દ્વારા થોડી પણ મદદ મળે, તો મને ખૂબ આનંદ થશે.
તમારા કોઈ પણ પ્રશ્નો કે મૂંઝવણ માટે તમે મને amit.ramoliya85@gmail.com પર સંપર્ક કરી શકો છો. 🙏
📝 A Gujarati banker (Amit) - એક ગુજરાતી બેન્કર (અમિત) 📝
No comments:
Post a Comment
કોઈ મુંઝવણ છે? નીચે કોમેન્ટમાં જણાવો.
Ask your questions or share your feedback here!