Thursday, March 19, 2026

How to get the highest interest in FD (Fixed Deposit)? – Know 5 smart tips (ગુજરાતીમાં)

Fixed Deposit (FD) is one of the most popular investment options in India. Because it is safe, gives a certain return and money can be withdrawn anytime.

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ ભારત માં સૌથી લોકપ્રિય રોકાણ વિકલ્પોમાંથી એક છે. કારણ કે તે સુરક્ષિત છે, ચોક્કસ વળતર આપે છે અને ગમે ત્યારે પૈસા ઉપાડી શકાય છે.

But, if you just go to any bank and make an FD for 2-3 years, you may miss the opportunity to get the highest interest. As a banker, let me explain to you how to get the highest interest in FD? Here are 5 tips:

પરંતુ, જો તમે ખાલી કોઈ પણ બેંક માં જઈને ૨-૩ વર્ષ માટે FD કરી લો, તો તમે સૌથી વધારે વ્યાજ (Highest Interest) મેળવવાની તક ગુમાવી શકો છો. એક @Banker તરીકે, હું તમને સમજાવીશ કે FD માં સૌથી વધારે વ્યાજ કેવી રીતે મેળવવું? આ રહી એ ૫ ધાંસુ ટિપ્સ:


1. Compare interest rates of different banks
Many people have a habit of getting FDs from the bank where they have their savings account. This is a big mistake. Not all banks have the same interest rates.
૧. વિવિધ બેંકોના વ્યાજ દરોની સરખામણી કરો (Compare Rates)
ઘણા લોકો ની આદત હોય છે કે જે બેંક માં તેમનું Savings Account હોય, ત્યાં જ FD કરાવી લે છે. આ મોટી ભૂલ છે. બધી બેંકોના વ્યાજ દર સરખા હોતા નથી.

First: Compare interest rates of large government banks (SBI, Bank of Baroda), private banks (HDFC, ICICI), and small finance banks (SFBs).
સૌથી પેહલા: મોટી સરકારી બેંકો (SBI, Bank of Baroda), ખાનગી બેંકો (HDFC, ICICI), અને સ્મોલ ફાઇનાન્સ બેંકો (Small Finance Banks - SFBs) ના વ્યાજ દરોની સરખામણી કરો.

Fact: Small finance banks (like AU Small Finance, Equitas) often offer interest rates that are 1% to 1.5% higher than large banks. (Note: SFBs are also regulated by RBI and investments up to ₹5 lakh are protected by DICGC).
હકીકત: સ્મોલ ફાઇનાન્સ બેંકો (જેમ કે AU Small Finance, Equitas) ઘણીવાર મોટી બેંકો કરતા ૧% થી ૧.૫% જેટલું વધારે વ્યાજ આપે છે. (નોંધ: SFBs પણ RBI ના નિયમો હેઠળ છે અને ₹૫ લાખ સુધીનું રોકાણ DICGC થી સુરક્ષિત છે).

2. Choose a 'Special Tenure'
Not every bank offers the highest interest for the longest tenure (e.g., 10 years). Banks often offer a "Special Tenure" where the interest rate is higher.
૨. 'ખાસ સમયગાળો' (Special Tenure) પસંદ કરો
દરેક બેંક માં સૌથી વધારે વ્યાજ સૌથી લાંબા સમયગાળા (દા.ત., ૧૦ વર્ષ) માટે હોતું નથી. બેંકો ઘણીવાર "ખાસ સમયગાળો" (Special Tenure) ઓફર કરે છે, જેમાં વ્યાજ દર સૌથી વધુ હોય છે.

For example: A bank may offer 7% interest for 1-2 years, but if you make an FD for 444 days or 888 days, you may get 7.50% or 8% interest. Always ask the bank about the "Highest Interest Rate" period.
દાખલા તરીકે: કોઈ બેંક ૧-૨ વર્ષ માટે ૭% વ્યાજ આપે, પણ જો તમે ૪૪૪ દિવસ (444 days) કે ૮૮૮ દિવસ (888 days) માટે FD કરાવો, તો વ્યાજ ૭.૫૦% કે ૮% પણ મળી શકે છે. હંમેશા બેંક ને "Highest Interest Rate" વાળા સમયગાળા વિશે પૂછો.

3. Additional benefits for senior citizens
If you are above 60 years of age, then there is good news for you! Most banks offer senior citizens 0.50% (half a percent) more interest than the normal rates.
૩. વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે વધારાનો લાભ
જો તમે ૬૦ વર્ષથી વધુ ઉંમરના હોવ, તો તમને ખુશખબર છે! મોટાભાગની બેંકો વરિષ્ઠ નાગરિકો ને સામાન્ય દરો કરતા ૦.૫૦% (અડધો ટકા) વધારે વ્યાજ આપે છે.

What to do? If you are a husband and wife and one of them is over 60, then get an FD in their name, so that you get the benefit of higher interest.
શું કરવું? જો તમે પતિ-પત્ની છો અને એક જણની ઉંમર ૬૦ થી વધુ છે, તો એમના નામ પર FD કરાવો, જેથી વધારે વ્યાજ નો ફાયદો મળે.

4. Adopt 'FD Laddering'
This is a very smart technique. This will also give you the highest interest and your money will not be blocked. In this, instead of investing all your money in a single FD, you divide it into different periods.
૪. 'FD લેડરિંગ' (Laddering) અપનાવો
આ એક ખૂબ જ સ્માર્ટ ટેકનિક છે. આનાથી તમને સૌથી વધુ વ્યાજ પણ મળશે અને તમારા પૈસા પણ બ્લોક નહી થાય. આમાં તમે તમારા બધા પૈસા એક જ FD માં રોકવાને બદલે, તેને અલગ અલગ સમયગાળા માં વહેંચી દો.

How to do it? Eg. You have ₹5 lakh.
1 year FD of ₹1 lakh
2 year FD of ₹1 lakh
3 year FD of ₹1 lakh... and so on.

કેવી રીતે કરવું? દા.ત. તમારી પાસે ₹૫ લાખ છે.
₹૧ લાખ ની ૧ વર્ષની FD
₹૧ લાખ ની ૨ વર્ષની FD
₹૧ લાખ ની ૩ વર્ષની FD... અને એમજ.

Benefit: Your first FD will mature after 1 year. If the interest rates have increased, then you can invest that money in a new FD with a higher interest rate.
ફાયદો: ૧ વર્ષ પછી તમારી પેહલી FD પાકશે. ત્યારે જો વ્યાજ દર વધ્યા હોય, તો તમે એ પૈસા ને વધુ વ્યાજ વાળી નવી FD માં રોકી શકશો.

5. Choose the option of 'Cumulative Interest'
૫. 'ચક્રવૃદ્ધિ વ્યાજ' (Cumulative) નો વિકલ્પ પસંદ કરો

How do you want interest in FD? There are two options:
FD માં તમને વ્યાજ કેવી રીતે જોઈએ છે? એના બે વિકલ્પો હોય છે:

Regular Interest (Non-Cumulative): Interest is credited to your account every month or 3 months.
નિયમિત વ્યાજ (Non-Cumulative): વ્યાજ દર મહિને કે ૩ મહિને તમારા ખાતામાં આવી જાય.

Cumulative Interest: Interest is added to the principal amount at maturity.
ચક્રવૃદ્ધિ વ્યાજ (Cumulative): વ્યાજ પાકતી મુદતે (Maturity) મૂળ રકમ સાથે મળી જાય.

Highest interest: If you don't need the money immediately, always choose the Cumulative option. This will also compound your interest and you will end up with a much bigger amount.
સૌથી વધારે વ્યાજ: જો તમને પૈસા ની તરત જરૂર ના હોય, તો હંમેશા Cumulative વિકલ્પ પસંદ કરો. આનાથી તમારા વ્યાજ પર પણ વ્યાજ મળશે (Compounding) અને છેલ્લે તમને ઘણી મોટી રકમ મળશે.

My advice to you:
Pay attention to these 5 points before investing in FD. Even 1% more interest can make a difference of thousands of rupees in the long run. Which of these tips will you use? Let me know in the comments!
તમારા માટે મારી સલાહ:
FD માં રોકાણ કરતા પહેલા આ ૫ મુદ્દાઓ પર ધ્યાન આપો. ૧% વધારે વ્યાજ પણ લાંબા ગાળે હજારો રૂપિયાનો ફરક પાડી શકે છે. તમે આમાંથી કઈ ટિપ્સ વાપરશો? મને કમેન્ટ માં જણાવજો!

📝 A Gujarati banker (Amit) - એક ગુજરાતી બેન્કર (અમિત) 📝

1 comment:

કોઈ મુંઝવણ છે? નીચે કોમેન્ટમાં જણાવો.
Ask your questions or share your feedback here!

SIP vs Step-up SIP: દર વર્ષે રોકાણ વધારીને કરોડોનું ફંડ કેવી રીતે બનાવવું?

  શું તમે પણ ભવિષ્યમાં કરોડપતિ બનવાનું સપનું જુઓ છો? જો હા, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP (Systematic Investment Plan) વિશે તો સાંભળ્યું જ હશ...