In today's era of Digital Banking, our work has become much easier. Transactions are done in minutes/seconds and shopping has also become easy. But, with this facility, the risk of Cyber Fraud and Online Scams has also increased. The Reserve Bank of India (RBI) and other banks keep issuing new rules and security guidelines from time to time so that your hard-earned money is safe.
આજના Digital Banking ના જમાનામાં આપણું કામ ઘણું સરળ બની ગયું છે. મિનિટો/સેકન્ડોમાં ટ્રાન્ઝેક્શન થાય છે અને શોપિંગ પણ ઈઝી બની ગયું છે. પરંતુ, આ સુવિધાની સાથે Cyber Fraud અને Online Scams નું જોખમ પણ વધ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને અન્ય બેંકો સમયાંતરે નવા નિયમો અને Security Guidelines બહાર પાડતા રહે છે જેથી તમારા પરસેવાની કમાણી સુરક્ષિત રહે.
Let's know some important rules and tips that can protect you from cybercriminals.
ચાલો જાણીએ એવા કેટલાક મહત્વના નિયમો અને ટિપ્સ જે તમને સાયબર ક્રિમિનલ્સથી બચાવી શકે છે.
1. Implementation of Multi-Factor Authentication (MFA)
Now just having a password is not enough. Banks are now emphasizing on Two-Step Verification. Whenever you make a new transaction, an OTP (One-Time Password) comes on your registered mobile number. Many banks are now also providing the facility of Biometric Lock (Fingerprint or Face ID). This is an additional Security Layer.
૧. Multi-Factor Authentication (MFA) નો અમલ
હવે માત્ર પાસવર્ડ રાખવો પૂરતો નથી. બેંકો હવે Two-Step Verification પર ભાર મૂકી રહી છે. જ્યારે પણ તમે કોઈ નવું ટ્રાન્ઝેક્શન કરો, ત્યારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP (One-Time Password) આવે છે. ઘણી બેંકો હવે Biometric Lock (ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી) ની સુવિધા પણ આપી રહી છે. આ એક વધારાનું Security Layer છે.
2. Cooling-off Period Rule
Many banks have now made such a rule that when you add a new Beneficiary (the person to whom you want to send money), there is a 'Cooling-off Period' of a few hours. During this time, you cannot transfer large amounts. This rule is so that if a hacker has accessed your account, he cannot immediately withdraw a large amount.
૨. Cooling-off Period નો નિયમ
ઘણી બેંકોએ હવે એવો નિયમ બનાવ્યો છે કે જ્યારે તમે કોઈ નવા ખાતાધારક એટલે કે Beneficiary (જેને પૈસા મોકલવા છે તે વ્યક્તિ) ને એડ કરો છો, ત્યારે અમુક કલાકો સુધીનો 'Cooling-off Period' હોય છે. આ સમય દરમિયાન તમે મોટી રકમ ટ્રાન્સફર કરી શકતા નથી. આ નિયમ એટલા માટે છે કે જો કોઈ હેકરે તમારું એકાઉન્ટ એક્સેસ કર્યું હોય, તો તે તરત જ મોટી રકમ ઉપાડી ન શકે.
3. Card Tokenization and Management
According to the new rule of RBI, now no e-commerce website can save your debit or credit card details (Card Number, Expiry Date). Instead, Tokenization is used, which keeps your data encrypted. Apart from this, you can set the Transaction Limit of your card or turn off international usage through your bank's mobile app.
૩. કાર્ડ ટોકનાઇઝેશન અને મેનેજમેન્ટ
RBI ના નવા નિયમ મુજબ, હવે કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઈટ તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની વિગતો (Card Number, Expiry Date) સેવ કરી શકતી નથી. તેની જગ્યાએ Tokenization નો ઉપયોગ થાય છે, જે તમારા ડેટાને એન્ક્રિપ્ટેડ રાખે છે. આ ઉપરાંત, તમે તમારી બેંકની મોબાઈલ એપ દ્વારા તમારા કાર્ડની Transaction Limit સેટ કરી શકો છો અથવા ઇન્ટરનેશનલ યુઝેજ બંધ કરી શકો છો.
4. Beware of UPI and Screen Sharing Apps
Nowadays, cyber crooks ask you to download Screen Sharing Apps like 'AnyDesk' or 'TeamViewer'. Remember, banks never ask you to install such apps. If you download such an app, the fraudster can take complete control of your phone. Always use official banking apps.
૪. UPI અને Screen Sharing Apps થી સાવધાન
આજકાલ સાયબર ઠગો 'AnyDesk' કે 'TeamViewer' જેવી Screen Sharing Apps ડાઉનલોડ કરવાનું કહે છે. યાદ રાખો, બેંક ક્યારેય આવી એપ્સ ઇન્સ્ટોલ કરવાનું કહેતી નથી. જો તમે આવી એપ ડાઉનલોડ કરો છો, તો ફ્રોડ કરનાર તમારા ફોનનો પૂરો કંટ્રોલ મેળવી શકે છે. હંમેશા સત્તાવાર બેંકિંગ એપનો જ ઉપયોગ કરો.
5. Phishing and fake links
You often get a message on your mobile saying "Your KYC has been blocked, click on this link." This is called a Phishing attack. Think a hundred times before clicking on any unknown link. Banks never send links and ask for your personal details or PIN.
૫. Phishing અને નકલી લિંક્સ
તમારા મોબાઈલ પર ઘણી વાર મેસેજ આવે છે કે "તમારું KYC બ્લોક થઈ ગયું છે, આ લિંક પર ક્લિક કરો." આને Phishing attack કહેવાય છે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા સો વાર વિચારજો. બેંક ક્યારેય લિંક મોકલીને તમારી પર્સનલ વિગતો કે કાર્ડ નાં CVV નંબર કે PIN માંગતી નથી.
What to do if fraud occurs? (Action Plan)
If you accidentally get a cyber fraud, then instead of panicking, take these steps immediately:
Call 1930 (National Cyber Crime Helpline) immediately.
Call your bank's customer care and get your account and card blocked.
Register your complaint at www.cybercrime.gov.in (Cyber Crime Portal)
જો ફ્રોડ થાય તો શું કરવું? (Action Plan)
જો ભૂલથી પણ તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ થાય, તો ગભરાવાને બદલે તરત જ આ પગલાં લો:
તરત જ 1930 પર કોલ કરો (National Cyber Crime Helpline).
તમારી બેંકના કસ્ટમર કેર પર કોલ કરીને એકાઉન્ટ અને કાર્ડ બ્લોક કરાવો.
www.cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. (Cyber Crime Portal)
Conclusion:
Precaution is the best protection. Never share your CVV, PIN, OTP or password with anyone. Use technology but also be 'Alert'.
નિષ્કર્ષ:
સાવચેતી એ જ સુરક્ષા છે. તમારા CVV, PIN, OTP કે પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો. ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ સાથે સાથે 'Alert' પણ રહો.
📝 A Gujarati banker (Amit) - એક ગુજરાતી બેન્કર (અમિત) 📝


Nice work
ReplyDelete